ગુજરાત

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગના મહત્વની આગાહી, જાણો આગામી 5 દિવસમાં ક્યાં ક્યા પડશે વરસાદ

394views

ગુજરાતમા વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 11 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, પંચમહાલ, ડાંગ જેવા વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જોકે 11 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કચ્છમાં પણ હળવા ઝાપટાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.