ગુજરાત

ગુજરાતમાં ફી મામલે શાળાઓ દબાણ કરે તો ફરિયાદ કરો, સીએમ વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન

656views

રાજ્યમાં કેટલીક શાળાઓ દ્વારા વાલીઓ પર ફી ભરવા મુદ્દે દબાણ કરાઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આ મામલે સીએમ વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાતી મીડિયા ચેનલ ઝી 24 કલાકને આપેલા ઈન્ટરવ્યુમાં એક સવાલના જવાબમાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે જે પણ શાળા ફી મામલે દબાણ કરે તો તેની રાજ્ય સરકારને ફરીયાદ કરો સરકાર તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરશે. તેમજ ફી મામલો દબાણ નહી કરવા શાળાઓને પણ ચેતવણી અપાઈ છે.

મહત્વનું છે કે રાજ્ય સરકારે એવી પણ જાહેરાત કરી છે કે વાલીઓ નવેમ્બર સુધીમાં હપ્તે હપ્તે ફી ભરી શકશે તેમજ ચાલુ વર્ષે શાળાઓમાં ફરી વધારો નહી થાય તેવી પણ જાહેરાત કરાઈ છે.