તાજા સમાચારદેશ

રાહતના સમાચાર…દેશના આ રાજ્યમાં 1 અબજ લોકો માટે તૈયાર થશે કોરોના વેક્સીન

1.19Kviews

વિશ્વભરના દેશો કોરોના મહામારીની વેક્સીન બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. તેવામાં કોરોના મહામારીને ડામવા માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઓક્સફઓર્ડ યુનિવર્સિટીની સંભવિત વેક્સીનની સપ્લાઇ માટે બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની આસ્ટ્રાજેનેક (AstraZeneca)એ ભારત સાથે હાથ મીલવ્યો છે, આ ભારત સાથે મળીને 1 અબજ વેક્સીનને ભારત સહિત વિકસતા દેશોમાં સપ્લાઇ કરશે,આમાથી 40 હજાર વેક્સિનની 2020 સુધીમાં સપ્લાય કરવોનો લક્ષ્ય છે.

પુણે સ્થિત એસઆઇઆઇ આ સમયે યુકેની ઓક્સફર્ડ,અમેરિકાની કોડેજેનિક્સ અને ઓસ્ટ્રેલિયાની બાયોટેક ફર્મ થેમિસ દ્વારા વિકસિત કરવામાં આવેલી વેક્સીન પર કામ કરી રહ્યા છે.પુનાવાલાએ એ ઓક્સફોર્ડ યુનિર્સિટીની વેક્સિન પર સૌથી વધુ આશા વ્યકત કરી,કારણ કે તે ટ્રાયલમાં સૌથી આગળ રહી છે આ ઉપરાંત SII પોતાની ખુદની વેક્સિન પણ વિક્સીત કરી રહ્યુ છે.

આ સાથે જ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ AZD1222ના બીજા અને ત્રીજા ફેસમાં ટ્રાયલની જાહેરાત કરી જેમા 10,000 વયસ્ક વયના લોકો સામીલ.ઘણા દેશોમાં બાકીના ટ્રાયલ શરૂ થવાની મંજુરી આપવામાં આવી છે.વર્ષાંતે વેક્સીનની ડિલિવરી મળે તેવી સંભાવના છે.