ગુજરાત

રૂપાણી સરકાર દ્વારા રાહતોનો વરસાદ, 14,000 હજાર કરોડના પેકેજ ઉપરાંત પોણા ત્રણ લાખ વાહનધારકો માટે મોટી જાહેરાત

239views

આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત સરકારે ગુરુવારે 14,022 કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત પોણા ત્રણ લાખથી વધુ લોકોને સીધો ફાયદો થાય તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. રાજ્યના ગુડ્સ કેરેજ-ટ્રાન્સપોર્ટ ઓનર્સની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે માલવાહક વાહનોને- ગુડ્સ કેરેજ મોટર વાહન કર ભરવામાંથી બે માસ માટે મુક્તિ આપી છે. સરકારના આ નિર્ણયથી 2 લાખ 80 હજાર માલવાહક ધારકોને અંદાજે 100 કરોડ રૂપિયાની રાહત મળશે. આવા વાહનધારકો પાસેથી એપ્રિલ અને મે માસનો વાહન ટેક્સ નહી લેવાય.

મહત્વનું છે કે ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં ખાનગી લકઝરી બસ-કોન્ટ્રેકટ કેરેજ બસ તથા જીપ, ટેક્સી-મેક્સી કેબને લૉકડાઉનની સ્થિતિમાં રાહત આપતા છ માસ માટે એટલે કે ૧લી એપ્રિલ થી ૩૦મી સપ્ટેમ્બર સુધીના સમય માટે રોડ ટેક્સ ભરવામાંથી સંપૂર્ણ માફી આપેલી છે તેનો લાભ અંદાજે ૬૩ હજાર જેટલાં આવા વાહનધારકોને મળવાનો છે હવે, ૨ લાખ ૮૦ હજાર માલવાહક વાહનધારકોને પણ બે મહિના માટે મોટર વ્હિકલ ટેક્સ ભરવામાંથી મુક્તિ અપાઈ છે.