ગુજરાત

અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ, જાણો કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો

86views

અમદાવાદમાં દિવસભરના ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ભારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદના એસજી હાઇવે સહિતના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો જે બાદ મોડી સાંજે અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત ખોખરા-હાટકેસવર -અમરાઈવાડી -મણિનગર-નારોલ-લાંભા-ઈશનપુર-ઘોડાસર-વટવા-જશોદાનગર -રામોલ-વસ્ત્રાલ-ઓઢવ-નિકોલ-રખિયાલ-સરસપુર-નરોડા-બાપુનગરમા વરસાદ નોંધાયો. તો આ તરફ સાબરમતી, મોટેરા, ચાંદખેડા જેવા વિસ્તારોમાં પણ ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી હતી. અને કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડતા વાતવરણમાં ઠંડક ફેલાઈ છે.