તાજા સમાચારગુજરાત

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, યુનિવર્સિટીએ જાહેર કર્યો ફાઈનલ પરીક્ષાનો કાર્યક્રમ

1.78Kviews

ગુજરાત યુનિવર્સિટીમાં આજરોજ મળેલી એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટની બેઠકમાં પરીક્ષા કમિટીએ સૂચવેલા મોટાભાગના સૂચનો માન્ય રાખીને ૨ જુલાઈ અને ૧૩ જુલાઈ એમ બે તબક્કે ૯૭ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. યુજી અને પીજીની દરેક પરીક્ષામાં વિદ્યાર્થીને જનરલ ઓપ્શન આપવામાં આવશે. મતલબ એક પ્રશ્નના બદલામાં બીજો પ્રશ્ન એમ નહીં પરંતુ કોઈપણ પ્રશ્ન લખી શકશે.

સિન્ડિકેટ અને એકેડેમિક કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય

૧. માસ્ટર ડિગ્રીની પરીક્ષા ૨ જુલાઈથી શરૂ થશે અને બેચલર ડિગ્રીની પરીક્ષા (માત્ર સેમ-૬) ૧૩ જુલાઈથી શરૂ થશે.
૨. પરીક્ષાનો સમયગાળો ૨ કલાકનો રહેશે અને પ્રશ્નપત્રો વર્ણનાત્મક તથા જનરલ ઓપ્શનવાળા રહેશે.
૩. કન્ટેનમેન્ટ ઝોનની કોલેજોમાં પરીક્ષા કેન્દ્ર રહેશે નહીં.
૪. પરીક્ષાની હોલ ટિકિટની ઓનલાઇન પ્રિન્ટ મેળવી શકાશે. કોલેજ જવાની જરૂર નથી.
૫.એક બ્લોકમાં ૩૦ના બદલે ૧૫ વિદ્યાર્થીઓની જ બેઠક વ્યવસ્થા ગોઠવાશે.
૬.અમદાવાદ બહાર અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જે તે જિલ્લાકક્ષાએ પરીક્ષાનું કેન્દ્ર અપાશે.
૭.UG કોર્સ માટે સેમ-૨ અને ૪માં કોલેજ ઇન્ટરનલ + અગાઉના સેમેસ્ટરની એવરેજના આધારે મેરિટ બેઝડ પ્રોગ્રેસન અપાશે. (માસ પ્રમોશન નહીં.)
૮.સોશિયલ ડિસ્ટન્સિંગ અને સંક્રમણ અટકાવવા માટે પૂરતી તકેદારી રાખી પગલાં લેવાના રહેશે.

મહત્ત્વની પરીક્ષાનો કાર્યક્રમ
૨, જુલાઈથી MA, MCOM, MSC, BED, LLB, BSC, BRS, MED, MLW, MMCJ, MSW, MRS, PGD, PGDMLT, ઇન્ટિગ્રેટેડ લો સહિત ૬૧ કોર્સની પરીક્ષા

૧૩ જુલાઈથી BA, BCOM, BSC, BBA, BCA, MA, MCOM, MSC, BED, MED, MDC, MLW, MMCJ, MPE, MSW સહિત ૧૫ કોર્સની પરીક્ષા.