તાજા સમાચારગુજરાત

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરીએ કોંગ્રેસ પ્રત્યેની નારાજગીનો ઉભરો ઠાલવ્યો, આ કોંગ્રેસી નેતાની ખોલી અનેક પોલ

841views

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એકબાદ એક રાજીનામા પડવા લાગ્યા છે. ગતરોડ કોંગ્રેસના બે ધારાસભ્યોઓએ રાજીનામા આપ્યા હતા. જેમાના કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતું ચૌધરીની કોંગ્રેસ પર આકરી પ્રતિક્રિયા સામે આવી છે.

આજે કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતું ચૌધરીએ સંદેશ ન્યૂઝ’ પર પોતાની પ્રતિક્રિયા આપીને કોંગ્રેસ પર મોટા આક્ષેપો કર્યા હતા. રાજીનામું આપ્યા બાદ જીતુ ચૌધરીએ આજે પહેલી વખત કેમેરાની સામે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા કિશન પટેલ પર ગંભીરમાં ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, પાર્ટીમાં રહીને કિશન પટેલે પાર્ટી વિરુદ્ધ કામ કર્યુ છે, જેની મે અવાર નવાર કોંગ્રેસમાં અને હાઈકમાનને જાણ કરી હતી. પરંતુ તેમણે મારી વાતને અવગણી હતી.

એટલું જ નહીં, તેમણે કિશન પટેલ વિરુદ્ધ એક મોટો આરોપ લગાવ્યો હતો, તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી વખતે પણ કિશન પટેલે પાર્ટીને હરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. આ તમામ વાતોની મને જાણ હતી. જેને લઈને મેં કિશન પટેલ વિરુદ્ધ પક્ષમાં ફરિયાદ કરી હતી. પરંતુ મારું કોઈ સાંભળતું નહોતું. આ વાતને 1 વર્ષ થયું છતાં કોઈ કામ આગળ ન થયું અને આખરે મારે રાજીનામું આપવું પડ્યું હતું.