દેશ

ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં ચીનને હંફાવવા મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, 53 જીવનરક્ષક દવાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે ભારત

327views

ભારતે 53 દવાઓના ઉત્પાદન અંગે આત્મનિર્ભર બનવાની યોજના બનાવી છે. મોદી સરકારે આ માટે પ્રોડક્શન લિક્ડ ઈન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી છે. અત્યારે એવી મોટા ભાગની દવા માટે એપીઆઈ કે અન્ય તત્વ ચીનથી આયાત થતા હતા. હવે આ યોજના હેઠળ આત્મનિર્ભર થવાનું લક્ષ્ય છે. જેનાથી ચીનને મોટો ફટકો પડશે.

આ સ્કીમ હેઠળ ભારતમાં સ્થાનિક સ્તરે આ દવાઓના મહત્વપૂર્ણ ડ્રગ્સ ઈન્ટરમીડિએટ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રિએન્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે. આ યોજના બીજી જૂનથી 4 મહિના સુધી ચાલુ રહેશે. જે હેઠળ રોકાણકારો એવા કોઈ પણ 53 ડ્રગ્સ ઈન્ટરમીડિયેટરી અને જથ્થાબંધ દવાના ઉત્પાદન માટે નવા એકમો સ્થાપિત કરવાની દરખાસ્ત કરી શકે. હાલમાં આવી દવાઓ મોટાભાગે ચીનથી આયાત કરવી પડશે.

આ યોજના હેઠળ દવા ઉત્પાદકોને પહેલા ચાર વર્ષ સુધી સરકરા વર્ષે વેચાણ વધારાના 20 હિસ્સો પ્રમોશન તરીકે આપશે. ત્યાર બાદ પાંચમાં અને છઠ્ઠા વર્ષમાં એ પ્રોત્સાહ ક્રમશ: ઘટાડીને 15 ટકા અને 5 ટકા કરાશે. કેમિકલી સિન્થેસિસથી થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ સુધી વેચાણ વધારાના 10 ટકા હિસ્સા જેટલું પ્રોત્સાહન અપાશે. સરકાર આ રીતે પ્રોત્સાહન પાછળ લગભગ 6940 કરોડ રૂપિયા ખર્ચ કરશે. મોદી સરકારના આ નિર્ણયથી ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને તેનો મહત્તમ ફાયદો મળશે. કારણ કે દેશમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરમા ગુજરાતે મહારત હાંસલ કરી છે. અને અહી બનેલી દવાઓ વિશ્વના ખૂણે ખૂણે સુધી જાય છે.