ગુજરાત

અમદાવાદમાં કોરોનાનું ચિત્ર બદલાયું, એક મહિના પહેલા 17 ટકા રિકવરી રેટ હતો જે હવે વધીને 71 ટકા થયો

260views

કોરોના મામલામાં અમદાવાદે રિકવરી રેટના મુદ્દે દેશના મુખ્ય શહેરોને પાછળ રાખ્યા છે. ૨ જૂન સુધીમાં નોંધાયેલા ૧૨,૫૨૫ કોવિડ-૧૯ પોઝિટિવ દર્દીઓમાંથી ૮,૮૮૯ અથવા ૭૧ ટકાને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં હવે માત્ર ૨૨ ટકા એકિટવ કેસ છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં રિકવરી રેટ ૧૭ ટકા હતો જે વધીને જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ૭૧ ટકા થયો છે. એકિટવ કેસ પહેલા ૭૮ ટકા હતા, જે ઘટીને ૨૨ ટકા થયા છે. આ આંકડા બે દિવસ પહેલાંના છે, છેલ્લા બે દિવસ દરમિયાન રિકવરી રેટમાં વધારો થયો છે.

આખા ગુજરાતની વાત કરીએ તો ડિસ્ચાર્જ રેટ લગભગ 68% આસપાસ છે. અન્ય રાજ્યોની અને રાષ્ટ્રીય ટકાવારીની સરખામણીમાં આ રેટ ક્યાંય ઊંચો છે. આમ, ઉત્તમ સારવાર, શ્રેષ્ઠ મેડિકલ સુવિધાઓ, સતર્ક મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ જેવા હકારાત્મક પાસાઓને લીધે ગુજરાત કોરોના સામે જીતી રહ્યું છે.