તાજા સમાચારગુજરાત

ગુજરાત કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી પહેલા મોટો ફટકો, બે ધારાસભ્યોના સત્તાવાર રાજીનામા

337views

• કોંગ્રેસના બે ધારાસભ્યોના સત્તાવાર રાજીનામા
• કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ
• કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. આજે વધુ બે ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધુ. કોંગ્રેસના જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તેમાં કરજણ વિધાનસભાના અક્ષય પટેલ અને કપરાડા વિધાનસભાના જીતુભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. બન્નેએ આજે વિધાનસભાના સ્પીકરને સત્તાવાર રીતે પોતાન રાજીનામા સુપ્રત કર્યા છે.