દેશ

દિલ્હીમાં થયેલા તોફાનો પૂર્વ આયોજીત હતા, SIT રિપોર્ટમાં સનસનીખેજ ખુલાશો, માસ્ટરમાઈન્ડ AAP નેતા તાહિર હુસૈન

448views

દિલ્હીના નોર્થઈસ્ટ જિલ્લામાં ફેબ્રુઆરીમાં થયેલા તોફાનો પુર્વ આયોજીત હોવાનું SIT રિપોર્ટમાં સામે આવ્યું છે. આ સમગ્ર ષડયંત્ર પાછળ AAP નેતા તાહિર હુસૈન માસ્ટર માઈન્ડ હોવાનું બહાર આવ્યું છે. પોલીસનું કહેવું છે કે તોફાનો કરાવવા માટે તાહિરે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. આ માટે તે પૂર્વ જેએનયુ સ્ટુડન્ટ ઉમર ખાલિક અને શાહદરાના ખાલિદ સૈફી સાથે સંપર્કમાં હતો. ક્રાઈમબ્રાંચે કડકડડૂમાં કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં તાહિર સહિત 15 લોકોને આરોપી બનાવ્યા છે. જેમાં તાહિરનો ભાઈ શાહ આમલ પણ સામે છે.

પોલીસ ચાર્જશીટમાં તાહિર પર આરોપ છે કે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં તેણે 1.1 કરોડ રૂપિયા શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હતા અને બાદમાં આ પૈસાને રોકડમાં કનવર્ટ કર્યા હતા. તાહિરના ઘરમાં સીસીટીવી લાગેલા છે પરંતુ તેમાં 23થી 28 વચ્ચે કોઈ રેકોર્ડિંગ નથી. તાહિરે તોફાનના એક દિવસ પહેલા જ ખજૂરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયેલી પોતાની પિસ્તોલ કઢાવી હતી અને તેના નામ પર 100 કાર્ટિઝ પણ ઈશ્યુ થયા હતા. જેમાંથી 64 બચ્યા છે. વપરાયેલા 20 તેના ઘરેથી જ મળ્યા છે જ્યારે 16નો કોઈ હિસાબ નથી.

આ ઉપરાંત તાહિરને આઈબી ઓફિસર અંકિત શર્મા હત્યા કેસમાં પણ મુખ્ય આરોપી માનવામાં આવ્યો છે. 1020 પાનાના ચાર્જશીટમાં 15 આરોપીઓ છે અને 50થી વધુને ગવાહ બનાવાયા છે. સ્પેશિયલ સેલે તાહિર વિરુદ્ધ UAPA હેઠળ ગુનો દાખલ કર્યો છે.