દેશ

ગુજરાત પરથી ઘાત ટળી પરંતુ મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાએ મચાવી ભયંકર તબાહી

267views

તો અંતે ગુજરાતના કાંઠા વિસ્તારો પર ત્રાટકનારુ નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર પર ત્રાટક્યું છે. બપોરના સમયે સૌ પ્રથમ નિસર્ગ વાવાઝોડાનું રત્નાગીર અને અલીબાગમાં લેન્ડ ફોલ થયુ. આ સમયે પવનની ગતિ 100થી 120 કિલોમીટર પ્રતિકલાકની હતી. આટલી ઝડપે પવન ફૂંકાયો હોય તો સમજી શકાય છે આ પવનની ઝપટે જે કોઈ પણ ચડ્યુ હશે તેના શું હાલ થયા હશે.

રત્નાગીરી અને અલીબાગમાં તબાહી મચાવ્યાના ગણતરીના સમયમાં જ મુંબઈમાં પણ વાવાઝોડું ત્રાટક્યું. મુંબઈમાં 120 વર્ષ પછી આવુ વાવાઝોડું ત્રાટક્યું છે. અહીયા 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. મુંબઈમાં અનેક જગ્યાએ વૃક્ષો મૂળ સહિત ઉખડી ગયા. ઠેકઠેકાણે કાચા મકાનો હતા ન હતા થઈ ગયા. અનેક જગ્યાએ ઈલેક્ટ્રીક થાંભલાના વાયર સાથે વૃક્ષો લટકી પડતા વીજપુરવઠો પણ ખોરવાયો છે. વાવાઝોડાએ બીએમસીના એક્શન પ્લાનને કાગળની જેમ હવામાં ઉડાવી દીધો.

જ્યારે રત્નાગીરીમાં વાવાઝોડું ત્રાટક્યું ત્યારે દરિયામાં જહાજો પાણીની હોડીની જેમ હાલક ડોલક થવા લાગ્યા.


મહારાષ્ટ્રના સિંધુદૂર્ગમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો.


મહારાષ્ટ્રના અલીબાગમાં જ્યારે નિસર્ગ વાવાઝોડાનું લેન્ડ ફોલ થયું તે સમયના દ્રશ્યો


રત્નાગીરીમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કાંઠે ઉભેલી મોટી મોટી બોટો પણ દરિયાના મોજા પર ઘાસના તળખાની જેમ ડોલવા લાગી.