તાજા સમાચારગુજરાત

કોરોના વાયરસના નાશ માટે રૂપાણી સરકારે તૈયાર કરી દમદાર વ્યૂહરચના

775views

રાજ્યમાં જે ગતી એ કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે તેની સામે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા બમણી થઇ રહી છે. ત્યારે આ રિકવરી રેટમાં વધારો કરવા તથા રાજ્યના નાગરિકોને ઉચ્ચ શ્રેણીની સારવાર આપવા રાજ્ય સરકાર દ્વારા વધુ એખ દમદાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ સામેના રાજ્ય સરકારના ઉપાયો, ઉપચારાત્મક પગલાંઓ તથા આરોગ્ય વ્યવસ્થામાં રાજ્યના શ્રેષ્ઠ-તજજ્ઞા તબીબોનું માર્ગદર્શન-સલાહ સૂચનો માટે મંગળવારે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જ્યાર બાદ રૂપાણી સરકારે રાજ્યમાં કોરોના સામે વ્યૂહરચના-સ્ટ્રેટેજી ઘડી અમલીકરણ-સુપરવિઝન-દેખરેખ માટે માટે એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની રચના કરાઈ છે.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં તબીબોના એક્સ્પર્ટ ગ્રૂપની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. આ એક્સ્પર્ટ ગ્રૂપ કોવિડ-૧૯ સામે વ્યૂહરચના, અમલીકરણ, દેખરેખ અને સુપરવિઝન તથા જાહેર આરોગ્ય-પબ્લિક હેલ્થને સુદૃઢ કરવાના શોર્ટટર્મ, મીડિયમ ટર્મ તથા લોંગટર્મ ઉપાયો ભલામણો સરકારને આપશે.

એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સમાં

ડૉ. અતુલ પટેલ
ડૉ. તુષાર પટેલ
ડૉ. આર. કે. પટેલ
ડૉ. તેજસ પટેલ
ડૉ. મહર્ષિ- ડૉ.
દિલીપ માવલંકર
ડૉ. પંકજ શાહ
ડૉ. અમીબહેન પરીખ
ડૉ. વી.એન.શાહ