ગુજરાત

ગુજરાતની વસ્તીના માત્ર 0.007 ટકા જ લોકો કોરોના સંક્રમિત, એક જ દિવસમાં સૌથી વધુ 1,114 દર્દીઓ સ્વસ્થ થયા

257views

ભારત સરકારની કોરોના અંગેની ડેશબોર્ડ ફેસિલિટીમાંથી મળતી આંકડાકિય માહિતી પ્રમાણે ગુજરાતમાં કુલ નોંધાયેલી 6.79 કરોડની વસ્તીમાંથી માત્ર 0.007 ટકા જ લોકો જ હાલમાં કોરોનાના એક્ટિવ દર્દીઓ છે. જ્યારે કુલ વસ્તીના 0.025 ટકા લોકોને જ એટલે કે 4,000માં ભાગના લોકોને જ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. મંગળવારે સમગ્ર ગુજરાતમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ 1,114 કોરોના પોઝિટીવ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 11,894 થઈ છે. તેની સામે નવા 415 કેસ નોંધાતા કુલ પોઝિટીવી દર્દીઓની સંખ્યા 17,632 થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસ 4646 છે જેમાંથી 4585 દર્દીઓની હાલત સ્થિર છે માત્ર 62 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. 18 મેના રોજ રાજ્યમાં કુલ પોઝિટીવ દર્દીની સામે એક્ટિવ દર્દીઓની સંખ્યાનો દર 53.19 ટકા હતો જે હવે ઘટીને 26.35 ટકા થયો છે.