તાજા સમાચારગુજરાત

કેબિનેટ બેઠક બાદ DY. CM નીતિન પટેલે કોરોના વાયરસ અને વાવાઝોડાને લઈને આપ્યું સૌથી મોટું નિવેદન

553views

મોદી સરકાર દ્વારા અનલોક 1 અંતર્ગત દેશભરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાના વિસ્તારોમાં છૂટ આપી દિધી છે. ત્યારે આજ રોજ સ્વર્ણિમ સંકુલ ખાતે વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યમંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં કોરોના વાયરસની અને વાવાઝોડાને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, આજની કેબિનેટ બેઠકમાં ગુજરાતની અત્યારની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના સામે આરોગ્યની સેવા અંગે પ્રેઝન્ટેશન કરાયું હતું. રાજ્યમાં લૉકડાઉન એક ભૂતકાળ બની ગયું છે, પરંતુ હા. કોરોના વાયરસનું સંક્રમણ ચાલુ છે. રાજ્યના તમામ નાગરિકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે.

નીતિન પટેલે નિસર્ગ વાવાઝોડાને લઈને બેઠકમાં થયેલી ચર્ચા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, નિસર્ગ વાવાઝોડું મુંબઈ, દક્ષિણ ગુજરાત તરફ જઈ રહ્યું છે. સૌરાષ્ટ્રને હાલ કોઈ ખતરો દેખાતો નથી. પરંતુ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અસર જોવા મળશે. વાવાઝોડાના કારણે વહિવટી તંત્ર હાઈએલર્ટ પર છે. NDRFની ટીમ પણ વધુ પ્રમાણમાં ફાળવી દેવાઈ હોવાની વાત જણાવી છે. વાવાઝોડાને પહોંચી વળવા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં નાગરિકોનું સ્થળાંતર કરાયું છે તથા ફેક્ટરીઓ બંધ રાખવા સૂચના પણ અપાઈ હોવાનું જણાવ્યું હતું.