દેશ

વસ્તી ગીચતાનો પડકાર છત્તા ભારતે આ મામલે અમેરિકા, સ્પેન, ઈટલી, બ્રિટનને પાછળ રાખ્યા

145views

ભારતમાં કોરોનાના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. પરંતુ સાથે સાથે એ જાણવું પણ જરૂરી છે કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ વસ્તી હોવા છત્તા પણ 2 લાખ પોઝિટીવ કેસ પહોંચતા 125 દિવસનો સમય લાગ્યો છે. જ્યારે અમેરિકા સહિત અન્ય 6 વિકસીત દેશોમાં કોરોના સંક્રમણનો આંક 2 લાખ સુધી પહોંચવામાં ભારત કરતા બહું ઓછા દિવસો લાગ્યા છે.

ભારતમાં સંક્રમણ ફેલાવવાનો ઓછા દરના કારણો
ભારતમાં સરકારના કડક નિર્ણયોને પગલે સંક્રમણ ફેલાવવાનો દર અન્ય દેશોની સરખામણીએ નીચો રહ્યો છે. જેમાં સૌથી પહેલું છે કે દેશમાં 2 હજાર કેસ પણ નહોતા થયા ત્યારે જ દેશમાં લોકડાઉનનો અમલ શરૂ કરી દેવાયો. આ ઉપરાંત વિદેશી હવાઈ સેવાઓ પર પ્રતિબંધ, એરપોર્ટ પર સ્ક્રીનિંગ, હોમ ક્વોરેન્ટાઈનના કારણે ભારતમાં કોરોના સંક્રમણનો દર નીચો રહ્યો. તો બીજી તરફ ભારતમાં રિકવરી રેટ પણ હવે ઝડપથી વધી રહ્યો છે. બે લાખ દર્દીઓની સાથે 1 લાખ કરતા વધુ દર્દીઓ તો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે.

કોરોનાના બે લાખ કેસ થતા લાગેલા દિવસો
• અમેરિકામાં 72 દિવસો
• બ્રાઝિલમાં 79 દિવસો
• સ્પેનમાં 82 દિવસો
• ઈટલીમાં 89 દિવસો
• યુકેમાં 97 દિવસો
• રશિયા માં 101 દિવસો
• ભારતમાં 125 દિવસો

વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત દેશોમાં 2 લાખનો આંક પાર કરતા લાગેલો સૌથી વિકસીત દેશ ગણાતા અમેરિકામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 2 લાખને પાર થતા 72 દિવસનો સમય લાગ્યો જ્યારે બ્રાઝિલમાં 79 દિવસોમાં જ કોરોનાના કેસ 2 લાખ થઈ ગયા.