દેશબીઝનેસ

CIIના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ ‘મેડ ઈન ઈન્ડિયા બને મેડ ફોર વર્લ્ડ’

361views

કન્ફરડેશન ઓફ ઈન્ડિય ઈન્ડસ્ટ્રીઝ એટલે કે CIIના 125 વર્ષ પૂર્ણ થવા બદલ આયોજીત ઈ-કાર્યક્રમમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યુ. પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે કોરોના સંકટ વચ્ચે દેશની આર્થિક વ્યવસ્થા પણ ચાલવી જરૂરી છે. ભારતમાં અનલોક-1માં મોટાભાગનો આર્થિક હિસ્સો ખુલી ગયો છે અને વધુ કેટલોક 8 જૂનથી ખુલી જશે. ભારતે યોગ્ય સમયે યોગ્ય પગલા લીધા હોવાથી આજે દૂનિયાના અન્ય દેશો કરતા દેશની સ્થિતિ સારી છે.
આત્મનિર્ભર ભારત અભિયાનથી દેશનું માત્ર વર્તમાન જ નહી પરંતુ ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે. પીએમ મોદીએ કહ્યું આત્મનિર્ભર ભારત માટે પાંચ બાબતો જરૂરી છે. જેમાં પાંચ આઈનો સમાવેશ થાય છે.
• ઈન્ટેન્ટ
• ઈન્ક્લુઝન
• ઈન્વેસ્ટમેન્ટ
• ઈન્ફ્રાસ્ટ્રક્ચર
• ઈનોવેશન

તાજેતરમાં જે મજબૂત નિર્ણયો લેવાયા તેમાં આ પાંચેય મુદ્દાઓને આવરી લેવાયા છે. ભારત એક મોડી ઉડાન માટે તૈયાર છે. દેશ માટે રિફોર્મ્સ એ માત્ર ટૂંકાગાળાની પ્રોસેસ નથી પરંતુ લાંબાગાળાના પરીણામલક્ષી ટાર્ગેટ છે. પીએમ મોદીએ કહ્યું કે આઝાદી પછી દેશમાં જે કાયદાઓ બન્યા તેનાથી ખેડૂતોના અધિકારીઓ પર વચેટીયાઓએ તરાપ મારી હતી. પરંતુ હવે દાયકાઓ જૂના કાયદાઓ બદલાઈ ચૂક્યા છે. હવે ખેડૂતો પોતાની શરતે પોતાનો પાક વેચી શકે છે. સરકારે રોજગારીની તકો વધારવા માટે લેબરને લગતા કાયદાઓમાં પણ સુધારા કર્યા છે.

કોલ સેક્ટરને લગતા કરાયેલા બદલાવથી આ સેક્ટરને તેના દૂરોગામી સારા પરિણામો મળશે તે નક્કી છે. દેશના સ્ટ્રેટેજીક સેક્ટરમાં પ્રાઈવેટ પ્લેયર્સની ભાગીદારી હકિકત બનવા જઈ રહી છે. સ્પેશ ટેકનોલોજી, એટોમિક એનર્જી સેક્ટરમાં પણ અનેક અવસરો ઉદ્યોગ સાહસિકોની પ્રતિક્ષા કરી રહી છે.
દેશની જીડીપીમાં 30 ટકાનું યોગદાન આપતા MSME સેક્ટર માટે સરકારે મહત્વના સુધારા કર્યા છે. ઉદ્યોગ જગતની માંગોને સરકારે સ્વીકારી છે. MSME માટે કરાયેલા બદલાવથી કરોડો લોકોને લાભ મળશે. જેમાં 200 કરોડ રૂપિયા સુધીની સરકારી ખરીદી પર ગ્લોબલ ટેન્ડર નહી રજૂ કરાતા સ્થાનિક ઉદ્યોગોને તેનો લાભ મળશે.

આજે દૂનિયાનો ભારત પર વિશ્વાસ વધ્યો છે. જેનાથી ભારતે એક નવો જ રાહ ચિંધ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાનથી લોકલ સપ્લાય ચેઈન ગ્લોબલ સપ્લાય ચેઈન બને તેવો પ્રયાસો શરુ થયા છે. પીએમ મોદીએ કહ્યું કે મેડ ઈન ઈન્ડિયા મેડ ફોર વર્લ્ડ બને તેના પર ઉદ્યોગોએ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. દેશમાં આયાત ઓછુ થાય તેના પર પણ ઉદ્યોગો વિશેષ ધ્યાન આપે તે પણ જરૂરી છે.સાથે જ ગ્રામ્ય સ્તરે પણ ઉદ્યોગો શરૂ થાય તે માટે સરકારે વિવિધ નિર્ણયો પણ કર્યા છે.