ગુજરાત

ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાની સંભવિત અસર અંગે પીએમ મોદી લઈ રહ્યા છે સતત અપડેટ, સીએમ રૂપાણી સાથે કરી ટેલિફોન પર વાત

206views

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનુ સંકટ હળવુ થયું છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જેથી તંત્ર દ્વારા આગોતરા પગલા ભરાયા છે. આ તમામની વચ્ચે પીએમ મોદીએ સીએમ રૂપાણી પાસેથી નિસર્ગ વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રકારના પગલા લેવાયા છે તેની માહિતી મેળવીને જરૂરી સુચનો આપ્યા હતા. તેમજ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તમામ મદદ કરશે તેવી પણ ખાતરી આપી છે.

મહત્વનું છે નિસર્ગ વાવાઝોડા પહેલા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ટકરાવવાનું હતુ પરંતુ હવે વાવાઝોડાની દિશા મુંબઈ તરફ ફંટાઈ છે. જોકે તેમ છત્તા દક્ષિણ ગુજરાતમાં તકેદારીના તમામ પગલાઓ લેવાયા છે.