દેશ

મોદી સરકારના ઝડપી નિર્ણયોની અસર, બે મહિના પહેલા એક પણ PPE કીટ ન બનાવનું ભારત દૂનિયામાં બીજા નંબરનો સપ્લાયર દેશ બન્યો

261views

કોરોનાના કારણે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપેન્ટ(પીપીઈ)ની ડિમાન્ડમાં અસાધારણ વધારો થયો છે. પીપીઈ માર્કેટમાં જબરજસ્ત ઉછાળો આવતા માર્કેટનું કદ વધીને 10 હજાર કરોડે પહોંચી ચૂક્યું છે. છેલ્લા બે મહિનામાં ભારત દૂનિયાનો બીજા નંબરનો સૌથી મોટો પીપીઈ સપ્લાયર દેશ બની ગયો છે. કોરોનાના કારણે પીપીઈમાં સમાવેશ પામતા હેન્ડ ગ્લોવ્ઝ, કવર ઓલના નામે ઓળખાતો ડ્રેસ, ફેસ-શિલ્ડ, માસ્ક, ગાઉન વગેરે ચીજોની ડિમાન્ડ ઉભી થઈ છે.

બે મહિના પહેલા ભારતમાં પીપીઈનું નામ કોઈએ સાંભળ્યું ન હતુ એટલે તેનું માર્કેટ પણ કોઈએ ગણતરીમાં લીધુ ન હતુ. પરંતુ આજે આ ઈન્ડસ્ટ્રીઝનું કદ 56 ગણું વધી ગયું છે. ભારતમાં અત્યારે કુલ 600 કંપનીઓને પીપીઈ ઉત્પાદનની મંજૂરી મળી ગઈ છે. જેમાં કેટલાકી નાની કંપનીઓ છે તો કેટલીક નવી કંપનીઓ છે.

દેશમાં અત્યારે પ્રતિદિન 4.5 લાખ નંગ પીપીઈનું ઉત્પાદન થાય છે. હવે જો આ જ ગતિ જળવાઈ રહેશે તો વર્ષ 2025 સુધીમાં આ માર્કેટ 60 અબજ ડૉલર થવાની સંભાવના છે. આ ઉદ્યોગમાં તેજી આવવાનું જો સૌથી મોટુ કારણ હોય તો તે છે સરકાર ઝડપથી લીધેલા પગલા. કારણ કે કોરોના સંકટ વચ્ચે આવા ઉત્પાદન એકમો શરૂ કરવા માટે સરકારે તાત્કાલિક મંજૂરીઓ આપી હતી.