ગુજરાત

ગુજરાતે પલટી નાંખી કોરોનાની બાજી, રિકવરી રેટ થયો 62 ટકાને પાર

347views

ગુજરાતમાં ભલે કોરોનાના દર્દીઓનો આંકડો વધતો હોય પરંતુ હવે ચિત્ર સાવ બદલાઈ ગયુ છે. કારણ કે જેટલા નવા દર્દીઓ કોરોના પોઝીટીવ થાય છે તેના કરતા તો વધારે સાજા થઈ રહ્યા છે. સોમવારે રાજ્યમાં 423 નવા કેસોની સામે 861 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સ્વસ્થ થયેલા દર્દીની સંખ્ય 10,780 થઈ છે. સમગ્ર રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 5374 છે જેમાંથી 5,309 દર્દીઓની હાલત સ્થિર છે માત્ર 65 દર્દીઓ જ વેન્ટીલેટર પર છે.

જ્યારે રિકવરી રેટની વાત કરીએ તો રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે. સોમવારે ગુજરાતમાં રિકવરી રેટ 62.61 ટકા નોંધાયો છે. જેની સામે દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 48.19 ટકા છે. આ પહેલા રાજ્યમાં 31 મેના રોજ 689 અને 30 મેના રોજ 608 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,16,258 કોવિડ19 ટેસ્ટ કરાયા છે.