તાજા સમાચારગુજરાત

કોરોનાના ટેસ્ટ માટે રાજ્ય સરકારે બહાર પાડ્યો અતિ મહત્વપૂર્ણ પરિપત્ર, ટેસ્ટ કરાયા પહેલા અચૂકથી જાણી લો સરકારના આ નિર્ણય વિશે

943views

રાજ્યમાં જે ગતીએ કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા તેની બમણી ગતીએ રાજ્યની રૂપાણી સરકાર દ્વારા રાજ્યની જનતાના હિતમાં રાહતલક્ષી તથા આરોગ્યલક્ષી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે કોવિડ-19ના ટેસ્ટ કરવા સંદર્ભે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં નોંધવામાં આવ્યું છે કે કોઈ પણ દર્દીનો રિપોર્ટ કર્યા પછી જો પોઝિટીવ આવે તો જે તે તબીબ અને લેબોરેટરીએ આરોગ્યના અધિકારીને જાણ કરવાની રહેશે. સરકાર માન્ય એપ્લિકેશન પર વિગત અપલોડ કરવી પડશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સરકારી કે ખાનગી લેબોરેટરીમાં કોરોનાં ટેસ્ટ કરાવવા સંદર્ભને લઇને આજે રાજય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં ખાનગી તબીબનાં પ્રિસ્ક્રીપ્શનનાં આધારે ખાનગી કે સરકારી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ હવેથી થઈ શકશે. આ માટે કોઈપણ પ્રકારની પુર્વ મંજૂરી લેવાની રહેશે નહીં. ખાનગી તબીબ અને લેબોરેટરીઓએ જીલ્લા કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીઓને માત્ર ઇ મેલ દ્વારા જાણ કરવાની રહેશે. અથવા તો સરકાર માન્ય મોબાઇલ એપ્લિકેશન પર દર્દીની વિગત અપલોડ કરવાની રહેશે.

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, કોરોનાં સંક્રમિત થવાની શક્યતાના આધારે દર્દીને ટેસ્ટ કરવાની જરુર જણાય ત્યારે દર્દીને દાખલ કરવાનો રહેશે, અને રિપોર્ટ નેગેટિવ આવે તો જ દર્દીને રજા આપવી. ICMRની ગાઈડ લાઇન સિવાયનાં કિસ્સામાં જો કોરોનાં ટેસ્ટ કરવાનો થાય તો જે તે હોસ્પિટલ તબીબે મેડીકલ સુપ્રિન્ટેન્ડેટ સોલા સિવિલ, જીલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અધિકારી મહાનગર પાલિકાની મંજૂરી લેવી પડશે.