ગુજરાત

દ્રઢમનોબળ હોય તો કોરોના કશુ બગાડી ના શકે, 2 મહિનાના નવજાતથી લઈને 91 વર્ષના દાદીમાંએ સાબિત કરી આપ્યું

164views

કહેવાય છે કે દ્રઢ મનોબળ હોય તો કોઈ પણ પરિસ્થિતિ કશુ જ બગાડી શક્તી નથી. કોરોનાની બાબતમાં પણ એવું છે. ગુજરાતમાં ભલે કોરોનાના દર્દીઓની સંખ્યા વધારે હોય પરંતુ તેની સામે સ્વસ્થ થતા દર્દીઓની ટકાવારી પણ સતતને સતત વધી રહી છે. જાણીને નવાઈ લાગશે કે માત્ર બે મહિનાની બાળકીએ કોરોનાને મ્હાત આપી. આ ઘટના છે દેહગામના રહેતા ભૂમિકાબેન ગોસ્વામી પરિવારની. તેમનું કહેવું છે કે

“મારો ભાઇ દહેગામ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા અમારા રીપોર્ટ થયા હતા. પછી મારા પરીવારમાં મારી ૬૦ વર્ષિય માતા પુષ્પાબેન, ૩૭ વર્ષિય પતિ મનિષગીરી અને બે માસની બાળકીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેથી હું ખુબ જ ગભરાઇ ગઈ હતી. મને મારી ચિંતા ન હતી પરંતુ મારી દિકરી તો હજુ માંડ બે માસની હતી જેની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય તે સામાન્ય બાબત છે પરંતુ આજે તેણે કોરોના સામેનો જંગ જીતી મને એક નવી શીખ આપી છે કે કોરોના સામે જીતવા માટે ઉંમર નહી, પરંતુ મજબુત મનની જરૂર છે, મનોબળની જરૂર છે. ઘરેથી હોસ્પિટલ આવતા ડર હતો પરંતુ અહીના ડોકટર્સ તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ખુબ જ સારી રીતે સારવાર અપાઇ છે. મને અને મારી દિકરી તેમજ અન્ય દર્દીઓને ખુબ જ સારી સારવાર અપાઈ. તબીબો અને નર્સોના પોઝીટીવ એટીટ્યુડથી જ દર્દીઓ કોરોનાને માત આપે છે.”

દહેગામમાં બે મહિનાની બાળકી કોરોનામાંથી સ્વસ્થ થઈ

તો આ તરફ ભૂજમાં 4 મહિનાના બાળક સામે પણ કોરોના હારી ગયુ. ભૂજમાં 4 મહિનાના સાત્વિકનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવતા તેને શહેરની જી.કે. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેની સાથે સાથે તેના માતા પિતા પણ બાળકની સાથે જ રહ્યા. મેડિકલ સ્ટાફના સપોર્ટ અને ડોક્ટરના પ્રયાસોથી 4 મહિનાનો સાત્વિક કોરોનામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થતા સમયે સાત્વિકના માતા-પિતાએ હોસ્પિટલ સહિત તમામ મેડિકલ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો.

ભૂજમાં 4 મહિનાના સાત્વિકે કોરોનાને આપી મ્હાત

તો આ તરફ સુરતમાં 91 વર્ષના દાદીમાં કોરોના સામે જંગ જીતી ગયા છે. સુરતના ઓલપાડમાં રહેતા 91 વર્ષીય મહાકોરબેન પટેલ સુરતની હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દી તરીકે દાખલ થયા છે. આ ઉંમરે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે સ્વાભાવિક છે પરંતુ મહાકોરબેને કોઈ પણ હિંમત હાર્યા વગર મજબૂત મનોબળ ડોક્ટર્સની સુચના અનુસાર તબીબી સારવાર લીધી. અને પરિણામ આવ્યું કે આ ઉમંરે તેમણે કોરોનાને મ્હાત આપી દીધી.

સુરતમાં 91 વર્ષીય દાદીમાંનો કોરોના સામે વિજય