તાજા સમાચારદેશ

..તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કોઈ બચાવી નહીં શકે, અમિત શાહે મહારાષ્ટ્ર સરકારને લઇને કહી દિધી ઓ મોટી વાત

790views

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી મહા વિકાસ અઘાડીમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિખવાદને લઇને અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. શાહે આ મહા વિકાસ અઘાડી સરકારને લઇને કહ્યું છે કે, જો આ સરકારમાં પક્ષોનો ભરોસો એકબીજા પર નહી રહે તો આ સરકારને કોઈ બચાવી નહીં શકે.

ગૃહ મંત્રી અમિત શાહે ન્યૂઝ18 નેટવર્ક સમૂહ ને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં આ મુદ્દાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓ કૉંગ્રેસ, શિવસેનાઅને એનસીપીની મહા વિકાસ અઘાડી સરકાર છે. જ્યાં સુધી આ ત્રણ પાર્ટીઓનો પરસ્પર ભરોસો કાયમ છે, ત્યાં સુધી કોઈ કંઈ નહીં કરી શકે. અમિત શાહે કહ્યું કે જો આ પાર્ટીઓનો પરસ્પર ભરોસો ન રહે તો અલગ વાત છે. હા, જો તેમાંથી કેટલાક લોકો ભરોસો તૂટતાં બહાર આવશે તો તે સરકારને કોઈ બચાવી નહીં શકે. અમિત શાહે વધુમાં કહ્યું કે, તેમની પાર્ટીમાંથી આટલા દિગ્ગજ નેતા રાજીનામું આપીને જતા રહ્યા. આટલું મોટું જૂથ જતું રહ્યું અને કોઈએ પક્ષપલટો નથી કરાવ્યો. બધાએ રાજીનામા આપ્યા. ત્યારબાદ બીજેપીમાં સામેલ થયા.