તાજા સમાચારદેશ

ચીનની વધતી અવળચંડાઈ પર ગરજ્યા અમિત શાહ, ચીન સમેત આખી દુનિયાને આપી દીધો આ સ્પષ્ટ સંદેશ

1.7Kviews

છેલ્લા કેટલાય દિવસોથી લદ્દાખ સરહદ પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણના સમાચારો સામે આવી રહ્યા છે. તેવામાં બન્ને દેશો દ્વારા સરહદ પર સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે ચીન સરહદે તોપો, મોટા પ્રમાણમાં સૈનિકો, ચોમાસાને ધ્યાનમાં રાખી કાયમી બંકર બનાવી રહ્યું છે. એટલુ જ નહીં સરહદથી માત્ર 25 કિલોમીટરના અંતરે યુદ્ધ વિમાનો પણ તૈનાત કરવા લાગ્યું છે. ત્યારે અમિત શાહે આ મામલે આકરા શબ્દોમાં સ્પષ્ટ કહ્યું છે કે, તે આ વિવાદને બિલકુલથી પણ હળવાશથી નથી લઈ રહ્યાં. તેઓ ભારતીય સરહદ પર એક ઈંચ પણ જમીન સાથે કોઈ જ સમજુતી નહીં કરે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભર્યો હુંકાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, LAC પરના તણાવને સ્વાભાવિક રીતે કોઈ જ સાર્વભૌમ રાષ્ટ્ર હળવાશથી ના લે. દુનિયાનો કોઈ પણ દેશ ભારતને હળવાશથી ના લઈ શકે. તેઓ ભારતીય સરહદ પર એક ઈંચ પણ જમીન સાથે કોઈ જ સમજુતી નહીં કરે. નરેન્દ્ર મોદી સરકાર સરહદને લઈને કોઈ જ સમજુતી નહીં કરે અને અમે તેની રક્ષા માટે અડગ રહીશું. તમામ પ્રકારના સંબંધો સુધારવાના પ્રયાસ બાદ પણ ચીનની આ હરકતથી તમે નારાજ છો? તેમ પુછવામાં આવતા શાહે કહ્યું હ્તું કે, અમને તેની જરૂર નથી. શાહે એમ પણ કહ્યું હતું કે, સરહદ વિવાદ ઉકેલવા બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક અને સૈનિક સ્તરે વાટાઘાટો ચાલી રહી છે.