ગુજરાતદેશ

ગુજરાત પર ત્રાટકનારા નિસર્ગ વાવાઝોડાની પળેપળની અપડેટ લઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સ્થિતિને પહોંચી વળવા બેઠકોનો દોર

149views

ગુજરાતના કાંઠા વિસ્તારોમાં નિસર્ગ વાવાઝોડાની અસર પર કેન્દ્ર સરકારની પણ ચાંપતી નજર છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વાવાઝોડાની સ્થિતિ અંગે પળેપળની અપડેટ લઈ રહ્યા છે. દિલ્હીમાં તેમણે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. જેમાં નિસર્ગ વાવાઝોડું ક્યારે અને કયા કયા વિસ્તારો પર ત્રાટકી શકે છે તેનો તાગ મેળવીને અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા છે.

મહત્વનું છે કે 3 અથવા 4 જૂન સુધીમાં નિસર્ગ વાવાઝોડુ મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકી શકે છે. તકેદારીના ભાગ રૂપે રાજ્ય સરકારોને એલર્ટ કરી દેવાઈ છે અને સંભવિત વિસ્તારો માટે NDRFની વધારાની ટૂકડીઓને પણ રવાના કરાઈ છે.