તાજા સમાચારગુજરાત

સંભવિત વાવાઝોડા સામે રાજ્યની જનતાની સુરક્ષા માટે રૂપાણી સરકારે તૈયાર કર્યો આ એક્શન પ્લાન

149views

સંભવિત વાવાઝોડાને લઈને ગાંધીનગર ખાતે સીએમ રૂપાણીની ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે બેઠક છે. સીએમ રૂપાણીની સ્ટેટ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર ખાતે અધિકારી સાથે બેઠકમાં ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઇ ચર્ચા કરવામાં આવી. હાલ વાવાઝોડું વલસાડના દરિયા કિનારે ટકરાય તેવી સ્થિતિ છે. જેને લઇ રાજ્ય સરકાર એક્શન પ્લાન તૈયાર કરશે.

ગાંધીનગર ખાતે સીએમ રૂપાણીની ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ સીએમ રૂપાણીએ કહ્યું કે, વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે પસાર થવાનું છે. ત્યારે વાવાઝાડાને લઇને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ વાવાઝોડામાં રાજ્યના ભાવનગર અને અમરેલીમાં હાઇ એલર્ટ પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ સાથે સીએમ રૂપાણીએ રાજ્યના લોકોને 3 અને 4 તારીખે વિશેષ ધ્યાન રાખવા રાજ્યની જનતાને અપીલ કરી છે.

CM રૂપાણીનું સંબોધનની વિશેષ વાતો…

• સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યા
• કોરોના સાથે કુદરતી વાવાઝોડાની સાથે સમીક્ષા કરી
• દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માછીમારી પાછા બોલાવવામાં આવ્યા
• અગરિયાને ખસેડવાની સૂચના આપી દેવામાં આવી
• ઈલેક્ટ્રિક વિભાગને પણ એલર્ટ કરાયો છે
• દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માછીમારોના પાછા બોલાવાયા
• અમરેલી, ભાવનગરમાં 3 અને 4 તારીખે લોકો બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી
• 3 અને 4 તારીખે લોકો વિશેષ પોતાનુ ધ્યાન રાખે
• બચાવકાર્ય માટે NDRFની 10 ટિમો તૈયાર
• ભાવનગર, અમરેલી, વડોદરામાં NDRFની ટિમો સ્ટેન્ડ ટુ
• દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટિમો સ્ટેન્ડ ટુ