તાજા સમાચારદેશ

મોદી સરકારે ખેડૂતોને આપી સૌથી મોટી રાહત, 14 ખરીફ પાકોની MSPમાં 50-83 ટકાનો વધારો કરાયો

89views

PM મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે PM મોદીના બીજા કાર્યકાળમાં પ્રવેશ કર્યા બાદ આ પ્રથમ બેઠક યોજાયેલ. આ મિટીંગમાં લેવાયેલા નિર્ણયોની માહિતી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદને સંબોધી હતી.જેમાં MSMEને લઇને મહત્વની જાહેરાત કરી હતી. આ સાથે ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી.

ખેડૂતોને લઇને મોદી કેબિનેટમાં લેવાયા કેટલાક નિર્ણયો

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને લઇને લેવાયેલા નિર્ણય અંગેની જાહેરાત આપી હતી. સરકારે તમામ મામલે સંવેદનશીલતા સાથે કામ કર્યું અને તેના કારણે જ સમયસર ખેડૂતો પાકની લણણી કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે હવે 14 પાક પર, ખેડૂતોને ખર્ચ કરતા 50 થી 83 ટકા વધુ રકમ મળશે. આ સાથે જ ખેતીકામ સાથે જોડાયેલા ખેડૂતોની 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોનની ચૂકવણીની તારીખ લંબાવીને 31 ઓગસ્ટ 2020 કરવામાં આવી છે. તો ખેડૂતોને વ્યાજમાં પણ છૂટછાટ આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ખેડૂતો જ્યાં ઈચ્છે ત્યાં પાક વેચી શકશે.