ગુજરાત

સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત તરફ ફંટાયુ વાવાઝોડુ, 4 અને 5 જૂને ભારે વરસાદની આગાહી

136views

રાજ્યમાં એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજું ગુજરાત પર વાવાઝોડાનું સંકટ પણ વધ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં ‘ નિસર્ગ ‘ વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. આગામી 12 કલાકમાં ડિપ્રેશન ડીપ વાવાઝોડામાં પરિવર્તિત થશે. ત્યારબાદ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. સુરતના દરિયા કિનારાથી ડિપ્રેશન 920 કિલોમીટર દૂર છે.
હવામાન વિભાગ અનુસાર, 4,5 જૂને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
• વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણ, દાદરા નગરહવેલી
• ભાવનગર, અમરેલી, ગીર, સોમનાથ, બોટાદ, દિવ, અમરેલી
• અમદાવાદ, વડોદરા

4 જૂનના રોજ ગુજરાતના સમુદ્રમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. તેમજ 4 જૂન સુધીમાં દરિયો નહીં ખેડવા માટે માછીમારોને સલાહ અપાઈ છે. ગઈકાલે જ માછીમારોને ખતરો જોતા પરત બોલાવી લેવામાં આવ્યા હતા.
હાલમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર તરફ આગળ વધે તેવું જણાઈ રહ્યું છે. ત્યારબાદ ૩જી જૂનના રોજ રાજ્યનાં દરિયાકિનારે પહોંચશે. જેના કારણે આગામી 4 અને 5 જૂનના રોજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, હાલની સ્થિતિ જોતા ગુજરાત-મહારાષ્ટ્ર્માં ‘પ્રી સાયક્લોનિક એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.