ગુજરાત

વાવાઝોડા પહેલા શું સાવચેતી રાખવી, વાવાઝોડા સમયે અને બાદમાં શું કરવું શું ન કરવું તેની માર્ગદર્શિકા

256views

ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારના લોકોએ વિશેષ તકેદારી રાખવાની જરૂર છે. ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથિરીટી દ્વારા વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના લોકોએ કેવી તકેદારી રાખવી જોઈએ તેની માર્ગદર્શિકા જાહેર કરી છે.

વાવાઝોડાં દરમ્યાન શું કરવું શું ન કરવું ?
વાવાઝોડાં પહેલા

• અફવાઓ પર ધ્યાન ન આપો, શાંત રહો, ગભરાશો નહી
• તમારો ફોન ચાર્જ રાખો, કનેક્ટીવિટીને સુનિશ્ચિત કરો, SMSનો ઉપયોગ કરો
• વાવાઝોડા અંગેના સમાચારો માટે રેડિયો સાંભળો, ટીવી જૂઓ, છાપા વાંચો
• તમારા જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો વોટરફ્રૂટ રહે તે રીતે મુકો
• જરૂરી સામાનની ઈમરજન્સી કીટ તૈયાર રાખો
• તમારા ઘરને સુરક્ષિત રાખો
• ધારદાર વસ્તુઓને છૂટ્ટી રાખશો નહી
• પાલતુ પશુ પક્ષીઓની સુરક્ષાની ખાતરી કરો

વાવાઝોડાં દરમ્યાન અને બાદમાં
ઘરની અંદર

• ઈલેક્ટ્રીક અને ગેસ સપ્લાય બંધ રાખો
• દરવાજાઓ અને બારીઓ બંધ રાખો
• જો તમારું ઘર અસુરક્ષિત હોય તો વાવાઝોડા પહેલા સુરક્ષિત સ્થળે પહોંચી જાઓ
• રેડિયો પર સમાચાર સાંભળો
• ઉકાળેલુ અને ક્લોરીનયુક્ત પાણી પીઓ
• સ્થાનિક તંત્ર તરફથી સુચના મળે તેનું પાલન કરો

જો તમે બહાર હોવ તો
• તૂટેલી બિલ્ડીંગમાં પ્રવેશ કરવો નહીં
• ઈલેક્ટ્રીકના તૂટેલા થાંભલા, વાયરોને અડવું નહી
• ધારદાર વસ્તુઓની દૂર રહો
• જલ્દીમાં જલ્દી સુરક્ષિત સ્થાનમાં આશ્રય મેળવો