તાજા સમાચારગુજરાત

જગન્નાથ રથયાત્રાને લઈ સૌથી મોટા સમાચાર, જાણો અમદાવામાં જગન્નાથની રથયાત્રા નિકળશે કે નહી

75views

અમદાવાદની રથયાત્રાને કોરોનાનું ગ્રહણ નડી ગયું છે. 31મી મેના રોજ રથયાત્રાને લઈને એક બેઠક મળી હતી, જેમાં રથયાત્રા કેવી રીતે કાઢવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ સિવાય રથયાત્રામાં કેટલા માણસો સાથે કાઢવી, સોશિયલ ડિસ્ટન્સ ટ્રક, અખાડા, હાથી સહિતની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23મી જૂને યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે રથયાત્રામાં ફક્ત 3 રથ હશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે. આ વખતે 5 જૂને જળયાત્રા મહોત્સવમાં માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જોડાશે. જ્યારે 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણ હોવાથી આ વખતે નેત્રોત્સવ વિધિ બપોરે 4 વાગ્યા બાદ થશે. મહારાજની આજ્ઞા મુજબ એકદમ સાદગીથી રથયાત્રા યોજાશે.

આજની અમદાવાદની રથયાત્રાને લઈને મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, જગન્નાથની રથયાત્રામાં દરવખતની જેમ જોડાતી ભજન મંડળી, ટ્રક, ઝાંખી આ વખતે જોવા નહીં મળે. અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, આ વખતે રથયાત્રા સાદાઈથી નીકળશે.

એટલું જ નહીં, સરકાર તરફથી મળતી સૂચનાનો પુરેપુરો અમલ કરવામાં આવશે. જલયાત્રા માટે કોઈ શોભાયાત્રા પણ કાઢવામાં આવશે નહીં. આ સિવાય અષાઢી બીજે નીકળનારી રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથ ખેંચાય તેટલા જ માણસોની જ વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાનના ત્રણેય રથ પર એકથી 2 જણ જ ઉપર આવી શકશે. આ સિવાય રથયાત્રા કેવી રીતે કાઢવી તે અંગે ચર્ચા ચાલી રહી છે.