દેશબીઝનેસ

MSME માટે આવી ગયુ છે ‘CHAMPIONS’, પીએમ મોદીના હસ્તે થયું લોન્ચિંગ, જાણો શું છે ખાસ

162views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં MSME સેક્ટરને બુસ્ટ કરવા માટે 20,000 કરોડ રૂપિયાના લોન પેકેજની જાહેરાત કરાઈ છે. સાથે જ પીએમ મોદી દ્વારા MSME માટે ‘CHAMPIONS’ નામના ટેકનોલોજી પ્લેટફોર્મનુ પણ લોન્ચિંગ કરાયું છે. પીએમ મોદીએ કહ્યું કે CHAMPIONS(ચેમ્પિયન્સ) એટલે Creation & Harmonious Application of Modern Processes for Increasing the Output and National Strength.

આ પ્લેટફોર્મ MSME સેક્ટરને એક જ જગ્યાએ અનેક સુવિધાઓ પુરી પાડનારુ સાબિત થશે. આ પ્લેટફોર્મથી MSME સેક્ટરને સહાય, માર્ગદર્શનની સાથે ફરિયાદ નિવારણમા પણ મદદ મળી રહેશે. તેમજ આ સેક્ટરમાં રહેલી નવી ઉદ્યોગસાહસિક પ્રતિભા અને નવી વ્યવસાયિક તકોને પણ શોધી શકાશે.