દેશબીઝનેસ

અર્થતંત્રના કરોડરજ્જૂ સમાન MSMEને 20 હજાર કરોડની લોન સહાય, મોદી સરકારના નિર્ણયથી ધમધમશે ધંધા, વધશે રોજગારી

261views

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત મહત્વન નિર્ણયો કરાયા છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યુ કે MSMEને 20 હજાર કરોડના લોનના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. સરકારના આ પગલાથી દેશમાં સૌથી વધુ રોજગારીનું સર્જન કરતા સેક્ટરમાં રોજગારીની નવી તકો સર્જાશે.

પત્રકારોને સંબોધતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં 6 કરોડ MSME છે જે 11 કરોડથી વધારે લોકોને રોજગારી આપી રહ્યું છે. MSME મજબૂત થતા નિકાસ વધશે અને 25 લાખ MSMEના પુર્નગઠનની આશા છે. તેમણે કહ્યુ કે મજબૂત MSMEના 15 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદવાની પણ સરકારની યોજના છે. નરમ ઉદ્યોગોને ઉગારવા માટે 4 હજાર કરોડ રૂપિયાના ફંડની જોગવાઈ કરાઈ છે.