ગુજરાત

અમદાવાદમાં ધન્વંતરી રથની કમાલ, 10 દિવસમાં 1 લાખ લોકોના આરોગ્યની નિ:શુલ્ક તપાસ

68views

ગુજરાત સરકારની સુચના મુજબ અમદાવાદ શહેરમાં 85 ધન્વંતરી રથ એટલે કે એમ્બ્યુલન્સ દ્વારા શહેરીજનોના આરોગ્યની ચકાસણી કરાઈ રહી છે. આ અંગે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું છે છેલ્લા 10 દિવસમાં જ આવી એમ્બ્યુલન્સો દ્વારા અમદાવાદમાં 1 લાખથી વધુ લોકોના આરોગ્યની તપાસ કરાઈ છે. આ એમ્બ્યુલન્સો રોજે રોજ જુદા જુદા 350 વિસ્તારોમાં ફરે છે ઘર આંગણે જ નાગરિકોના આરોગ્યની ચકાસણી કરી જરૂર મુજબ દવા પણ આપે છે. આ આરોગ્ય રથને કારણે સિવિલ અને એસવીપી જેવી મોટી હોસ્પિટલોની ઓપીડીમાં ખાસ્સો ઘટાડો થયો છે.

ધન્વન્તરી રથમાં સારવાર ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓ પણ અપાય છે. 40 વર્ષથી ઉપરના તમામનું બ્લડ સુગર ચેક કરીને કો-મોર્બિડીટી અટકાવાય છે અને જરૂર મુજબ ઓક્સિમીટરથી પણ ચેકિંગ થાય છે. એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદીક સારવારથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધતા સેન્ટ્રલ ઝોનમાં દર્દીઓને વિશેષ રાહત મળી છે.