તાજા સમાચારગુજરાત

અનલોક 1 માં આ જિલ્લા માટે આવ્યા સારા સામાચાર, આવતીકાલથી શરૂ થઇ રહી છે આ 2 મોટી સેવાઓ

122views

લોકડાઉન 4.0 માં રૂપાણી સરકાર દ્વારા ઉદ્યોગો અનેક પ્રકારની છૂટ આપવામાં આવી હતી. ત્યારે અનલોક 1ના તબક્કામાં સીએમ રૂપાણીએ શહેરોમાં સિટી બસ અને રાજ્યમાં એસટી બસ દોડાવવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈ અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. અમદાવાદમાં આવતીકાલથી AMTSની બસો શરૂ થશે. આ સાથે જ સચિવાલયમાં નોકરી કરતાં અને ગાંધીનગર જવા માગતા લોકો માટે અમદાવાદ-ગાંધીનગરની બસ સેવા પણ શરૂ થશે.

અમદાવાદમાં આવતીકાલથી AMTSની બસ સેવા શરૂ થશે. શરૂઆતમાં શહેરનાં 61 રૂટ પર 350 બસ દોડાવવામાં આવશે. જો કે આ માટે કેટલાય નિયમ પણ જાહેર કરવામાં આવ્યા છે. 50 ટકા મુસાફરો સાથે જ બસ દોડાવવામાં આવશે. ડ્રાઈવર અને કંડક્ટરને માસ્ક ફરજિયાત પહેરવું પડશે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ બસો દોડશે. અને સવારે 6થી રાતના 8 વાગ્યા સુધી જ બસો દોડશે.

ત્યારે ઘણાં દિવસથી બંધ પડેલી બસોને સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બેહરામપુરા ખાતેનાં બસ ડેપો ખાતે બસોને સેનિટાઈઝ કરવામાં આવી હતી. અને અંદરથી પણ બસની તમામ સીટો અને બારીના ભાગ ધોઈને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા. જેને કારણે કાલથી બસ સેવા શરૂ થતાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટેનાં પગલાં લેવામાં આવ્યા હતા.