દેશ

દેશમાં અત્યાર સુધી ન લેવાયેલા આર્થિક નિર્ણયો મોદી સરકારે લીધા, આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યું ભારતનું કદ અને સન્માન

115views

મોદી સરકારના બીજા કાર્યકાળમાં આર્થિકક્ષેત્રે પણ અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા. જેમાં ભારતની ઈકોનોમીને 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ મુખ્ય છે. મોદી સરકારે કરોડો પગારદારોને ઈન્કમટેક્ષમાં રાહત આપી છે. હવે 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહી પડે આ ઉપરાંત કળ માળખામાં પણ કેટલાક મહત્વના બદલાવોય કરાયા છે.

સમગ્ર વર્ષ દરમ્યાન કોર્પોરેટ સેક્ટરમાં માટે મોદી સરકારની સૌથી મોટી જાહેરાત હોય તો તે છે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો. મોદી સરકારે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા અને નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે કોર્પોરેટ ટેક્સ 17 ટકા કરી દીધો છે. જે સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી ઓછો છે.

આ ઉપરાંત મેક ઈન ઈન્ડિયા, એફડીઆઈ, ડિજીટલ ઈન્ડિયા, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને તેમજ ખેડૂતોને લઈને પણ મોટી મોટી જાહેરાતો મોદી સરકારે કરી છે. કોરોના સંકટમાં દેશના ઉદ્યોગોને પણ ફટકો પડ્યો છે ત્યારે મોદી સરકારે આફતને અવસરમાં પલટવા માટે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપ્યો છે. અને આ માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ દેશની જીડીપીના અંદાજે 10 ટકા સમાન છે. આ પેકેજમાં લેન્ડ, લેબર, લિક્વીડીટી અને લો એમ મહત્વના ચારેય મુદ્દાઓને આવરી લેવાયા છે. તેમજ સમાજના તમામ વર્ગને સ્પર્શતુ આ મહાપેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને નવી દિશા આપનારૂ છે.