તાજા સમાચારદેશ

રંગ લાવી મોદી સરકાર તથા કોરોના વોરિયર્સની મહેનત, છેલ્લા 24 કલાકમાં આટલાં હજાર દર્દીઓ સાજા થયા

73views

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 11000થી પણ વધારે દર્દીઓ સાજા થયા છે. આ કારણે દેશમાં પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે. ભારતમાં શુક્રવારે એક્ટિવ કેસની સંખ્યા 89987 હતી જે હવે 86422 થઈ છે.

લોકડાઉનના કારણે રિકવરી રેટમાં તબક્કાવાર વધારો

ભારતમાં રિકવરી રેટ 47.70 સુધી પહોંચ્યો છે. ખાસ વાત તો એ છે કે તેમાં એક જ દિવસમાં મોટો વધારો જોવા મળ્યો છે. દેશમાં જ્યારે પહેલું લૉકડાઉન આવ્યું ત્યારે આ રેટ 7.1 ટકાનો હતો. બીજા લૉકડાઉનમાં આ રેટ 11.42 ટકા થયો અને તેમાં વધારો થયા બાદ તે 26.59 ટકાએ પહોંચ્યો હતો. 18 મેના જ્યારે લોકડાઉનનો ચોથો રાઉન્ડ શરૂ થયો ત્યારે તે 38 ટકાએ પહોંચ્યો. હવે આ રેટ 47 ટકાને પાર કરી ચૂક્યો છે. આવનારા દિવસોમાં તેમાં વધારો થવાની આશા છે.

મોતનો દરમાં પણ ઘટાડો

અન્ય દેશની સરખામણીએ ભારતમાં મોતનો દર ઓછો છે. અહીં કોરોનાના 2.86 ટકા દર્દીના મોત થઈ રહ્યા છે. આ લિસ્ટમાં બેલ્જિયમ ટોપ પર છે. અહીં 16.24 ટકા દર્દીના મોત થઈ રહ્યા છે. ફ્રાંસમાં આ આંક 15.37 ટકાનો છે. ઈટલી અને બ્રિટેનમાં મોતનો આંક 14 ટકાથી વધારે છે. જ્યારે અમેરિકામાં તે 5.83 ટકા દર્દીઓના મોત થયા છે.