તાજા સમાચારગુજરાત

1 જૂનથી રાજ્યના આ જિલ્લામાં 60 થી વધુ માર્કેટ તથા ઉદ્યોગોને ખોલવાની અપાઈ પરમિશન

681views

કોરોના વાયરસને લઇને લોકડાઉન 4.0 માં રૂપાણી સરકાર દ્વારા અનેક પ્રકારના ઉદ્યોગોને અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. 31 મેના રોજ લોકડાઉન 4.0 પૂર્ણ થવાનું છે ત્યારે આગામી 1 જૂનથી રાજ્યના સુરત જિલ્લામાં ટેકટાઈલ ઉદ્યોગોને છૂટછાટ આપાવામાં આવી છે.

સુરતના રિંગ રોડની ટેક્સટાઈલ માર્કેટને ક્લસ્ટરમાંથી રેડ ઝોનમાં મૂકવામાં આવી છે. 140 પૈકી ની 61 માર્કેટ ને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. અન્ય 12 માર્કેટ ક્લસ્ટર વિસ્તારમાં આવતી હોવાથી પરવાનગી આપવામાં આવી નથી. અન્ય માર્કેટોને ખોલવા અંગે પરવાનગી મેળવવા મનપા કમિશનરને રજૂઆત કરાશે. સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશનને મનપા દ્વારા યાદી આપવામાં આવી છે. માર્કેટ ખોલવા અને અને અન્ય બાર માર્કેટ બંધ રાખવા અંગેની યાદી સોંપવામાં આવી છે. ક્લસ્ટર વિસ્તારને અડીને આવેલી માર્કેટને પરવાનગી આપવામાં નથી આવી. જ્યારે કે 61 માર્કેટને હાલ પરવાનગી આપવામાં આવી છે.

વ્યાપારીઓને કરવું પડશે નિયમોનું પાલન

તંત્ર દ્વારા જે માર્કેટ ખોલવામાં આવવાના છે તેમાં વ્યાપારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. માર્કેટના સંચાલકોએ કોવિડ – 19ના નિયમોનું ચુસ્ત પાલન કરવાની કડક સૂચના આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત માસ્ક સહિત વારંવાર હાથ સેનેટાઈઝ કરવા જેવા નિયમોનું પાલન કરવું પડશે તેમજ ગ્રાહકો પાસેથી પણ કરાવવું પડશે. 1 જૂનથી આ તમામ માર્કેટ શરૂ થઈ જશે.