તાજા સમાચારદેશ

લૉકડાઉન 5.0 ને લઈને PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે શરૂ થઈ બેઠક

26views

લૉકડાઉન 4.0 31મી મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આ સમયે ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરીને લૉકડાઉન ખોલવા કે ચાલુ રાખવા માટે તેમના મંતવ્યો જાણ્યા હતા.

હાલ સુધી અનેક વાર PM મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થઈ છે. આ સિવાય અનેક વાર જાહેરાતો પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે 31 મેના રોજ લૉકડાઉન 4 પૂરું થવા જઈ રહ્યું છે.

ઘરેલૂ વિમાનસેવા પણ થઈ શકે છે શરૂ

જ્યારે લૉકડાઉન 4.0 શરૂ થયું ત્યારે ગૃહમંત્રાલયે કહ્યું હતું કે દેશમાં સીમિત સંખ્યામાં પ્રતિબંધ રહેશે. તેમાં યાત્રીઓની દરેક પ્રકારની હવાઈ મુસાફરી સામેલ છે.