દેશ

સો વાતની એક વાત દેશમાં 31 મે પછી શું ?, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન વચ્ચે મહત્વની બેઠક

118views

દેશમાં ચોથુ લોકડાઉન 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે અને 31 મે બાદ શું થશે સરકાર લોકડાઉન અંગે કઈ જાહેરાત કરશે તેને લઈને અફવાઓ અને અટકળોનું બજાર ગરમ છે. આ તમામની વચ્ચે હાલમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે દિલ્હીમાં હાઈલેવલની બેઠક યોજાઈ રહી છે.

ગઈકાલે કેબિનેટ સચિવે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવો સાથે લોકડાઉન અંગે ચર્ચા કરી હતી. જેમાં રાજ્યોમાં પોતપોતાના વિચારો અને સુચનો રજૂ કર્યા હતા. આ અંગેનો રિપોર્ટ ગૃહપ્રધાન અમિત શાહને સોંપાયો છે. રાજ્યોએ જણાવેલા સુચનો પર હાલ દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં લોકડાઉનને લઈને મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. કારણ કે હવે ચોથુ લોકડાઉન સમાપ્ત થવાની ઘડીઓ ગણાઈ રહી છે. જેથી સરકાર તરફથી કઈ જાહેરાત કરાય છે તેના પર તમામ દેશવાસીઓની નજર છે.