દેશ

રાહુલ ગાંધીની જેમ ટુંકુ વિચારનારા રોકડાની અપેક્ષા રાખે, ભારતના લોકો લાંબાગાળાના ભવિષ્યનો વિચાર કરે છે

79views

મોદી સરકારે લોકડાઉનથી અસરગ્રસ્ત ઉદ્યોગોને બેઠા કરવા અને આત્મ નિર્ભર ભારત અભિયાનને બુલંદ કરવા 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. પરંતુ કોંગ્રેસને આટલી મોટી રકમ આંખમાં કણાંની જેમ ખૂંચે છે. કારણ કે કોંગ્રેસ પાસે સરકારને ઘેરવાના કોઈ મુદ્દા રહ્યા નથી. માટે તેઓ શ્રમિકોના નામે રાજનીતિ કરી રહ્યા છે. મોદી સરકારે લોકડાઉન દરમ્યાન શ્રમિકોને કોઈ અગવડતા ન રહે તે માટે વ્યવસ્થા કરી છે. શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે લોકડાઉનમાં સ્પેશિયલ શ્રમિક ટ્રેન સેવા શરૂ કરી જેમાં 85 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે છે અને પ્રવાસ દરમ્યાન મફત ખાવા પીવાની સુવિધા પણ આપે છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી જવાબ રજૂઆત કરાયો કે અત્યાર સુધીમાં 91 લાખ મજૂરોને 3700 ટ્રેન મારફતે તેમના વતન પહોચાડાયા છે. આ દરમ્યાન 84 લાખ ફૂડ પેકેટનું વિતરણ પણ કરાયું છે.

રાહુલ ગાંધી કહે છે કે ગરીબોને અત્યારે રોકડાની જરૂર છે. તો મોદી સરકારે તમામ મહિલા જનધન ખાતેદારોને પ્રત્યેક મહિને 500 રૂપિયા આપી રહી છે, નિરાધારા અને વૃદ્ધોને પણ 1,000 રૂપિયાની સહાય કરાઈ છે, ખેડૂતોને 2000 રૂપિયાની પીએમ કિસાન સન્માન નીધી હેઠળ અપાઈ છે. મનરેગા હેઠળ વધુ 40,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તેનો સીધો લાભ ગ્રામ્ય સ્તરે મજૂરોને જ મળવાનો છે.

સામાન્ય રીતે કોઈ પણ ભારતીય હોય તો તે હંમેશા લાંબાગાળાનું જ વિચારશે. નહી કે એક દિવસ પુરતુ. તેવી જ રીતે મોદી સરકારે વર્તમાનમાં શ્રમિકોને કોઈ અવગડતા ન પડે તેવી તમામ વ્યવસ્થાઓ કરી છે પછી તે ભોજનની હોય કે નાણાંકીય. વર્તમાનની સાથે સાથે ભવિષ્ય સુધારવા માટે દેશની ઈકોનોમીને 20 લાખ કરોડ રૂપિયાનું મોદી સરકારે બળ આપ્યું છે.