તાજા સમાચારદેશ

કોરોનાનું મારણ શોધવા ભારતમાં કોરોનાની એક નહીં 4 પ્રકારની વેક્સિન થશે તેયાર

106views

વિશ્વના વિકસિત દેશો પણ કોરોના વાયરસની મહામારી સામે ઘૂંટણિયે પડી ગયા છે અને આ તમામ વિકસિત દેશો આ મહામારીની દવા શોધવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ભારત પણ રસી શોધવામાં પાછળ નથી રહ્યું, ભારતે કોરોના મહામારીનું મારણ શોધવા એક નહીં પણ ચાર પ્રકારની વેક્સિન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો. કે વિજય રાઘવને કહ્યુ કે, કોવિડ-19 માટે દેશમાં વેક્સીન બનાવવાનો પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે અને ઓક્ટોબર સુધી કેટલિક કંપનીઓને તેના પ્રી ક્લીનિકલ અભ્યાસ સુધી પહોંચવામાં સફળતા મળી શકે છે. તેમણે જણાવ્યુ કે, વિશ્વભરમાં વેક્સીન બનાવવાની ચાર પ્રક્રિયા છે. ભારત આ ચારેય પદ્ધતિનો ઉપયોગ કોવિડ 19 માટે વેક્સીન બનાવવામાં કરી રહ્યું છે.

ડો. રાઘવને કહ્યુ, કેટલિક કંપનીઓ એક ફ્લૂ વેક્સીનના બેકબોનમાં આરએન્ડડી કરી રહી છે. લાગે છે કે ઓક્ટોબર સુધી પ્રી ક્લીનિકલ અભ્યાસ થઈ જશે. કેટલિક ફેબ્રુઆરી 2021માં પ્રોટીન બનાવીને વેક્સીન બનાવવાની પ્રક્રિયામાં લાગેલી છે. કેટલાક સ્ટાર્ટઅપ અને કેટલાક એકેડમિક્સ પણ વેક્સીન બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. સાથે વિદેશી કંપનીઓ સાથે વેક્સીન બનાવવામાં ભાગીદારી નિભાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કેટલિક વિદેશી કંપનીઓની સાથે અમે આગેવાની કરી રહ્યાં છીએ જ્યારે કેટલિકની આગેવાનીમાં અમે યોગદાન આપી રહ્યાં છીએ.