ગુજરાત

રૂપાણી સરકારના કોરોના સામેના એક્શનની અસર, રાજ્યમાં જેટલા દર્દીઓ નોંધાય છે તેના કરતા વધારે સાજા થાય છે

29views

થોડા દિવસ પહેલા સુધી એવા જ આંકડાઓ સામે આવતા હતા કે કોરોનાના દર્દીઓ સાજા થયા હોય તેના કરતા કોરોનાના પોઝિટીવ દર્દીઓ નોંધાવાની સંખ્યા વધારે હતી. પરંતુ હવે બાજી પલટાઈ છે. ગુજરાતમાં હવે રિકવરી રેટ ઝડપથી વધી રહ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો ગુજરાતમાં રિકવરી રેટ 51.41 ટકા છે જે દેશના સરેરાશ રિકવરી રેટ 42.6 ટકા કરતા પણ વધું છે. અમદાવાદની વાત કરીએ તો ભલે અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા હોય પરંતુ જેટલા કેટ વધી રહ્યા છે તેના કરતા સાજા થઈ ઘરે પરત ફરનારા લોકોની સંખ્યા પણ એટલી જ ઝડપથી વધી રહી છે.

રાજ્યમાં ગુરુવાર સાંજ સુધીમાં નવા 367 કેસ નોંધાતા કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંકડો 15,572 પર પહોચ્યો છે. જોકે તેની સામે 454 દર્દીઓને રજા અપાઈ છે. આમ રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 8,003ને પાર થઈ છે. કોરોના સંક્રમિત હોય તેવા 6,611 દર્દીઓ સારવાર હેઠળ છે. આ દર્દીઓમાંથી 6,535 દર્દીઓની હાલત સ્થિત છે માત્ર 76 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે.