દેશ

ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી પુલવામા પાર્ટ-2 થતા બચ્યો, 400 જવાનો હતા ટાર્ગેટ પર

95views

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ આ મામલે એક પછી એક સ્ફોટક ખુલાસાઓ કરી રહી છે. પોલીસનુ કહેવુ છે કે, પુલવામા કરતા પણ મોટો હુમલો કરવાની યોજના હતી. આ વિસ્ફોટકોથી સીઆરપીએફની 20 ગાડીઓ અને 400 જવાનોને ટાર્ગેટ બનાવવાની યોજના હતી..જોકે સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે આતંકીઓ સફળ થઈ શક્યા નથી.

પુલવામામાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડે બોમ્બ નિષ્ક્રીય કર્યો


પોલીસનુ કહેવુ છે કે,આ કાવતરામાં ત્રણ આંતકીઓ સામેલ છે. જેમાં એકનુ નામ આદિલ અને બીજાનુ નામ ફૌજી ભાઈ છે. ત્રીજો વ્યક્તિ કારનો ડ્રાઈવર છે. જેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, ગુરુવારે સવારે સાત વાગ્યે સીઆરપીએફની 20 ગાડીઓનો કાફલો શ્રીનગરથી જમ્મુ જવા નિકળ્યો હતો. કદાચ આ કાફલાને ટાર્ગેટ કરવાનો હતો.