ગુજરાત

અમદાવાદમાં કોરોના સામે માસ્ટર પ્લાન, ઘરે ઘરે ફરી રહ્યા છે આરોગ્યના આશીર્વાદ, 74,000થી વધુ લોકોએ લીધો લાભ

138views

અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી શરૂ કરાયેલી ધન્વન્તરી રથ સેવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ, દવાઓથી ફૂલ્લી લોડેડ આ 84 એમ્બ્યુલન્સ શહેરના 332 વિસ્તારોમાં ફરીને લોકોને ચેક કરી દવા આપી રહી છે. 40 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓના ડાયાબિટીસ ફરજીયાત ચેક કરીને સારવાર આપીને વ્યક્તિને કો-મોરબિડ થતો અટકાવવામાં આ રથ મહત્વનો ભાગ ભજવે છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 74,000 લોકોએ આ ધન્વન્તરી રથ સેવાનો લાભ લીધો છે.

• સિવિલ અને એસવીપીમાં ઓપીડીનું ભારત ઘટ્યું
આ સુવિધાને લીધે શહેરની સિવિલ અને એસવીપી હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવ, સિવિયર રેસ્પીરેટરી ટ્રેક ઈન્ફેક્શન જેવા ઓપીડી કેસોનું ભારણ ખૂબ ઘટ્યું છે. અમદાવાદમાં કોરોના કંટ્રોલની સ્થિતિનો વિશેષ હવાલો સંભાળી રહેલા એડીશન ચીફ સેક્રેટરી ડૉ. રાજીવ ગુપ્તાનું કહેવું છે કે ગ્રાસરૂટ મેડિકલ આઉટરીચ ઈન્સ્ટુમેન્ટ તરીકે આ સેવા ખૂબ જ સફળ રહી છે.

• સારવાર ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપચાર
ધન્વન્તરી રથમાં સારવાર ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓ પણ અપાય છે. અત્યાર સુધીમાં તાવના 5,470, શરદી-ખાંસના 17,728, સિવિયર રેસ્પીરેટરી ટ્રેક ઈન્ફેક્શનના 212 અને 56,428 અન્ય દર્દીઓની સારવાર થઈ ચૂકી છે. ખાસ 40 વર્ષથી ઉપરના તમામનું બ્લડ સુગર ચેક કરીને કો-મોર્બિડીટી અટકાવાય છે અને જરૂર મુજબ ઓક્સિમીટરથી પણ ચેકિંગ થાય છે. એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદીક સારવારથી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધતા સેન્ટ્રલ ઝોનમાં દર્દીઓને વિશષ રાહત મળી છે. હાલ શહેરમાં ખાનગી ક્લિનીકો બંધ છે ત્યારે આ સુવિધા લોકો માટે ખરા અર્થમાં આરોગ્યના આશીર્વાદ સમાન સાબિત થઈ છે.