ગુજરાત

ગુજરાતમાં કોરોના સામે સારવારનું પલડું ભારે, રિકવરી રેટ 50 ટકા થયો, સૌથી વધુ કેસમાં બીજા સ્થાનેથી ચોથા સ્થાને

86views

ગુજરાતમાં કોરોનાની જંગ સામે હવે સારવાર અને આરોગ્ય સેવાનું પલડુ ધીરે ધીરે ભારે થઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધીને 50 ટકા થયો છે. આજે વધુ 410 દર્દીઓ સાજા થઈને ઘરે પહોચ્યા છે. સાથે જ દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાતનો ક્રમ પણ ઘટી રહ્યો છે. પહેલા ગુજરાત સૌથી વધુ કોરોના કેસની બાબતમાં દેશમાં બીજા ક્રમે હતુ પરંતુ હવે ગુજરાત ચોથા ક્રમે આવી ગયુ છે.

મહત્વનું છે કે રાજ્યમાં કોરોના દર્દીઓનો રીકવરી રેટ દસેક દિવસ પહેલા 40.89 ટકા હતો જે આજે વધીને 50% જેટલો થયો છે. જે સમગ્ર દેશના 41.60% રીકવરી રેટની સરખામણીમાં વધારે છે. આમ, રાજ્ય સરકાર દ્વારા કોરોનાનાં રીકવરી રેટ વધે તે માટે મહતમ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને તેની સકારાત્મક અસર પણ દેખાઈ રહી છે.