તાજા સમાચારગુજરાત

લોકડાઉન 5.0 ને લઇને શરૂ થઇ રાજ્યો સાથે કેબિનેટ સચિવની બેઠક, આ 11 શહેરોને નહીં અપાય છૂટ

149views

આગામી 31 મી મેના રોજ લોકડાઉન 4.0 પૂર્ણ થવાનું છે. જ્યારે બીજી તરફ હવે દેશના અનેક જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાયો છે. તેવામાં 1 જૂનથી દેશમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ ધરાવતા રાજ્યો તથા જિલ્લાઓમાં લોકડાઉન 5.0 લાગી શકે છે. ત્યારે લોકડાઉન 5.0 ને લઇને આજ રોજ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ સાથે બેઠક શરૂ કરી છે.

મોદી સરકાર લોકડાઉન 5.0માં દેશવાસીઓને અનેક પ્રકારની રાહત આપી શકે છે. પરંતુ સમાચાર એ છે કે કોરોનાની અસર જે વિસ્તારો વધારે છે ત્યાં રાહત આપવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકડાઉન 5 11 શહેરો પર સજ્જડ રીતે અમલમાં રહેશે. આ તે શહેરો છે જ્યાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે.

આ 11 શહેરો પર રહશે પ્રતિબંધ!

દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પુણે, થાણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા જેવા શહેરો પર પ્રતિબંધ ચાલુ રહેશે. આ 11 શહેરોમાં ભારતમાં કોરોના ચેપગ્રસ્ત કેસના 70 ટકા કિસ્સા જોવા મળ્યા છે. જ્યારે અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકાતા અને મુંબઇમાં તે વધુ જોખમી છે. દેશના કુલ દર્દીઓમાં 60 ટકા અહીંયા મળી આવ્યા છે.