તાજા સમાચારદેશ

લોકડાઉન 4.0 ના અંતિમ દિવસે PM મોદી કરશે “મન કી બાત”, આ મુદ્દે કરી શકે છે મોટી જાહેરાત

111views

હાલ દેશભરમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે, જે 31મી મેએ સમાપ્ત થશે અને આ દિવસે વડાપ્રધાન મોદી દેશવાસીઓ સાથે મન કી બાત પણ કરશે. ત્યારે એવી અટકળો લગાવામાં આવી રહી છે કે આ દિવસે PM મોદી મન ની વાતમાં આગામી લોકડાઉન- 5 ને લઇને કોઇ જાહેરાત કરે તેવી શક્યતા છે. દેશમાં લોકડાઉનની મુદ્દતમાં વધુ એકવાર વધારો થઇ શકે છે.

પ્રત્યેક વખતની જેમ આ વખતે પણ રવિવારે 31મી મેએ સવારે 11 વાગ્યે વડાપ્રધાન મન કી બાત કાર્યક્રમ કરશે. આકાશવાળીની તમામ ચેનલો તમામ કેન્દ્રથી એક સાથે પ્રસારિત કરશે. સાથે જ તેનું પ્રસારણ દૂરદર્શનની નેશનલ, ન્યૂઝ, ડીડી ભારતી, ડીડી ઈન્ડિયા, ડીડી ઉર્દુ અને ડીડી કિસાન પર પણ થશે. દૂરદર્શને આને લઈને એક ટ્વિટ કર્યું છે. 31મી મેએ લોકડાઉન 4.0નો અંતિમ દિવસ હશે, તો આ દિવસે લોકડાઉનના પાંચમાં તબક્કા અંગે તે જાણકારી આપી શકે છે. પાંચમાં તબક્કામાં સરકાર શું કરવા જઈ રહી છે તે પણ કહેશે.