તાજા સમાચારગુજરાત

CM રૂપાણીની એક એપીલ પર રાજ્યના 2 કરોડ નાગરિકોએ કહ્યું ‘હું પણ કોરોના વોરિયર’

135views

આજ રોજ હું પણ કોરોના વોરિયર અભિયાનની પૂર્ણાહુતિ કરતાં સીએમ રૂપાણીએ પ્રજાજોગ સંદેશ જાહેર કર્યો હતો. જેમાં સીએમ રૂપાણી એ કહ્યું કે, 21 મેના રોજથી શરૂ થયેલું આ અભિયાન આજ રોજ 27 મેના રોજ પૂર્ણ થયું છે. ત્યારે 2 કરોડ નાગરિકો આ અભિયાનમાં જોડાયા છે. સોશિયલ મિડીયા, વોટ્સઅપ, એસએમએસ, એફએમ રેડિયો, ન્યુઝ ચેનલો, વર્તમાન પત્રો જેવા અનેક માધ્યમથી હું પણ કોરોના વોરિયર’નો સંદેશો વહેતો થયો છે.

‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અંતર્ગત સંબોધન. #HuPanCoronaWarrior

‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અંતર્ગત સંબોધન. #HuPanCoronaWarrior

Posted by Vijay Rupani on Wednesday, May 27, 2020

આ સાથે સીએમ રૂપાણીએ કહ્યું કે, આ અભિયાનમાં 10 લાખ લોકોને ફોન દ્વારા, 15 લાખ લોકોને વોટ્સઅપ દ્વારા, 30 લાખ લોકોને અન્ય સોશિયલ મીડિયા દ્વારા, 50 લાખ ટેલિવિઝન અને વર્તમાન પત્રો દ્વારા આ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. લોકડાઉનમાં અપાયેલ છૂટછાટમાં લોકોએ સમજદારી દાખવી નિયમોનું પાલન કર્યું છે. કોરોનાથી ડરવાની જરૂર નથી. સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાનો અંત ન આવે ત્યાં સુધી તમામે લડાઈ લડવાની છે. સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે સંપર્ક કર્યો. ગુજરાત જીતશે, કોરોના હારશે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, 2 મહિના સુધી અનાજ મફત આપવામાં આવ્યું. 5 કરોડથી વધુ લોકોને અનાજ વિતરણ કરવામાં આવ્યા. 70 હજાર સસ્તા અનાજની દુકાન દ્વારા અનાજ પુરુ પાડવામાં આવ્યું. આ સાથે તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારે 900થી વધુ ટ્રેનથી 15 લાખથી વધુ શ્રમિકોને વતન મોકલ્યા છે તથા એસટી ચાલુ કર્યા બાદ 7 લાખ લોકોએ મુસાફરી કરી પોતાના વતને પહોંચ્યા છે.