તાજા સમાચારગુજરાત

લોકડાઉન 4.0માં રૂપાણી સરકારે આપેલી છૂટછાટના પરિણામે માત્ર 7 દિવસમાં લાખો લોકોએ આ સેવાનો લિધો લાભ

91views

લોકડાઉન 4.0 માં રૂપાણી સરકાર દ્વારા રાજ્યના કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સામાન્ય લોકો માટે એસ.ટી. બસ સેવા પૂર્વવત કરવાના નિર્ણયના કારણે લાખો મુસાફરોએ પરિવહનનો લાભ લિધો હતો. રૂપાણી સરકારના આ રાહતલક્ષી નિર્ણયના કારણે છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાં ૨,૬૩,૧૨૯ મુસાફરોએ સુરક્ષિત પરિવહનનો લાભ લિધો હતો.

આ અંગે મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં નાગરિકોને જાહેર પરિવહન સેવા સરળતાએ મળે તે માટે રાજ્યભરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં શક્ય તેટલી વધુ ટ્રીપોનું સંચાલન કરાવવાની ઉદાહરણ રૂપ કામગીરી કરવા એસ.ટી. નિગમને પ્રેરિત કર્યુ હતું.

આ સાથે જ 20 મી મે થી તા. 26 મી મે દરમ્યાન છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાંથી ૨,૬૩,૧૨૯ જેટલાં મુસાફરોએ ફરજીયાત માસ્ક પહેરવા સહિત સામાજિક અંતર જાળવીને આ પરિવહન સેવાનો લાભ લીધો છે. એસ.ટી નિગમ દ્વારા પરિવહન સેવાઓને વધુ ઝડપી બનાવવા માટે કરાયેલા પ્રયાસો અંગે વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતા અને સમગ્ર એસ.ટી. ટીમને અભિનંદન આપ્યા છે.