ગુજરાત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી

53views

હાલ ગુજરાતમાં કોરોના મહામારીની સાથે સાથે ગરમી પણ લોકોને અકળાવી રહી છે. રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુરુવારથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારથી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. જ્યારે શુક્રવારે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર, દીવ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગના મતે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ સર્જાતા વાતાવરણમાં મંગળવારથી જ પલટો આવ્યો છે. સવારના સમયે લોઅર લેવલે ભેજવાળા વાદળો જોવા મળી રહ્યા છે. જેથી વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ વધ્યું છે.